નવી દિલ્હી: અયોધ્યા વિવાદ મામલે સુપ્રીમ કોર્ટે મહત્વના નિર્દેશ આપ્યાં. ગુરુવારે મધ્યસ્થતા કમિટીનો રિપોર્ટ જોયા બાદ સુપ્રીમ કોર્ટની બંધારણીય પેનલે મધ્યસ્થતા કમિટીને 31 જુલાઈ  સુધીનો સમય આપ્યો છે. ત્યારબાદ 2 ઓગસ્ટના રોજ બપોરે2 કલાકે કોર્ટમાં સુનાવણી હાથ  ધરાશે. એટલે કે 2 ઓગસ્ટના રોજ સુપ્રીમ કોર્ટ ચુકાદો આપશે કે આ મામલાનો ઉકેલ મધ્યસ્થતાથી નીકળશે કે પછી રોજેરોજ સુનાવણી હાથ ધરાશે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

31 જુલાઈ સુધી થશે મધ્યસ્થતાની કોશિશ
અત્રે જણાવવાનું કે રામ જન્મભૂમિ બાબરી મસ્જિદ વિવાદમાં એક પક્ષકારે ગોપાલ સિંહ વિશારદની અરજી પર સુપ્રીમ કોર્ટે મધ્યસ્થતા કમિટી પાસે રિપોર્ટ મંગાવ્યો. મધ્યસ્થતા કમિટીએ પોતાનો રિપોર્ટ કોર્ટમાં રજુ  કરી દીધો. આ પ્રોગ્રેસ રિપોર્ટને સુપ્રીમ કોર્ટની પાંચ જજોની બંધારણીય પેનલે જોયો. બેન્ચે મીડિએશન કમિટીને 31 જુલાઈ સુધીનો સમય આપ્યો છે. 


પક્ષકારે કોર્ટ પાસે સુનાવણીની માગણી કરી હતી
થોડા દિવસો પહેલા રામ જન્મભૂમિ બાબરી મસ્જિદ વિવાદ મામલે એક પક્ષકાર ગોપાલ સિંહ વિશારદે સુપ્રીમ કોર્ટમાં અરજી કરી હતી જેમાં જણાવ્યું હતું કે મધ્યસ્થતા કમિટીના નામ પર વિવાદનો ઉકેલ આવે તેવા ઓછા અણસાર છે. કારણ કે તેમાં ફક્ત સમયની બરબાદી થઈ રહી છે આથી કોર્ટ મધ્યસ્થતા  કમિટી ખતમ કરીને પોતે આ મામલે સુનાવણી કરી ઉકેલ લાવે. 


8 માર્ચે મધ્યસ્થતા કમિટીની થઈ હતી રચના
8 માર્ચના રોજ સુપ્રીમ કોર્ટના પૂર્વ જજ એફ એમ કલીફુલ્લા, ધર્મગુરુ શ્રી શ્રી રવિશંકર અને વરિષ્ઠ વકીલ શ્રીરમ પંચુને મધ્યસ્થ નિયુક્ત કરાયા હતાં. કોર્ટે તમામ પક્ષોને વાત કરીને વિવાદનો સર્વમાન્ય ઉકેલ લાવવાની કોશિશ કરવા જણાવ્યું હતું.


સુપ્રીમ કોર્ટે કહ્યું કે મધ્યસ્થતા માટે 8 સપ્તાહનો સમય છે. સુપ્રીમ કોર્ટે મધ્યસ્થતા પેનલને 4 અઠવાડિયામાં પ્રગતિ રિપોર્ટ આપવા જણાવ્યું છે. મધ્યસ્થતા પેનલ ફૈઝાબાદમાં બેસશે. રાજ્ય સરકાર મધ્યસ્થતા પેનલને સુવિધાઓ આપશે. કોર્ટે કહ્યું કે મધ્યસ્થતા તરત શરૂ થાય. તેને શરૂ કરવામાં એક સપ્તાહથી વધુનો સમય ન લાગે. આ સાથે જ કોર્ટે કહ્યું કે વિવાદની પતાવટ વખતે મીડિયા રિપોર્ટિંગ થશે નહીં. 


જુઓ LIVE TV


દેશના વધુ સમાચારો વાંચવા માટે કરો ક્લિક...